બનાસકાંઠા નાં ફતેપુરા પ્રાથમિક શાળાના ત્રણ બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત.

 

ψબનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાનાં ત્રણ બાળકો અભ્યાસ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેમાં ઠાકોર શૈલેશજી રમેશજી ધોરણ 3 , ઠાકોર કિશન રમેશજી ધોરણ 5 ( બંને સગા ભાઈ) અને પરમાર શૈલેષ શિવરામભાઈ ધોરણ 8 ફતેહપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને પોતના ઘરે તેરવાડા જઈ રહ્યા હતા.

શાળામાંથી છૂટયા બાદ આ ત્રણે માસુમ બાળકો પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ તળાવે કુદરતી હાજતે ગયા હતા ત્યારે એક બાળક નો પગ લપસતાં બીજા બે બાળકો તેને બચાવવા ગયા ત્યારે ત્રણે બાળકો ડૂબી ગયા હતા.

ગામલોકો અને તેમના વાલીઓ ને આ બાબતે જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓ ની મદદથી બાળકો ને બહાર કાઢીને 108 મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્યારે આ ત્રણે વિદ્યાર્થીઓ ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટના ને લઈને આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. એકજ ગામના ત્રણ બાળકો અને બે સગા ભાઈઓ નાં મોત ને લઈને પરિવારમાં દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top