[ad_1]
જાહ્નવીને કોણે આપી લવ બાઇટ?
ગત બુધવારે જાહ્નવી કપૂરે બ્લેક ડ્રેસમાં પોતાની હોટ અને સિઝલિંગ તસવીરો પોસ્ટ કરીને સોશ્યલ મીડિયામાં ગ્લેમરનો તડકો લગાવ્યો હતો. તસવીરોમાં તેણે ખૂબ જ સ્ટાઇલ અને ગ્રેસ સાથે પોઝ આપ્યા હતા. 25 વર્ષીય જાન્હવીનો આ બોલ્ડ અંદાજ જોવા લાયક છે. તેની તસવીરો જાહ્નવીની ફેશન સેન્સ વિશે ઘણી કહી રહી હતી. તસવીરો બાદ જાહ્નવીએ પણ આ જ ડ્રેસમાં પોતાનો એક વિડીયો શેર કર્યો છે. તો હવે કેટલાક નેટિઝન્સનું માનવું છે કે જાહ્નવીની બગલમાં દેખાઇ રહેલું તે નિશાન જ લવ બાઇટ હતી. એક યુઝરે કમેન્ટમાં લખ્યું- શું આ લવ બાઈટ છે? અન્ય એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યું- ‘તમારી બગલમાં લવ બાઈટ છે’. આ સિવાય અન્ય એકે કમેન્ટમાં લખ્યું- ‘અંડર આર્મમાં હિકી કોણ આપે છે’.
જાહ્નવીના અફેર્સની ચર્ચાઓ ગરમ
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જાહ્નવી કપૂર અને તેની ફિલ્મ ‘ધડક’ના કો-એક્ટર ઈશાન ખટ્ટર વચ્ચે ડેટિંગની અફવા ઉડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. આ પછી જાહ્નવીના અક્ષત રાજન સાથેના સંબંધોના સમાચાર આવ્યા હતા. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવી હાલ ઓરહાન અવત્રામણિને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.
આ ફિલ્મમાં દેખાશે જાહ્નવી
આ ઉપરાંત, જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો ટૂંક સમયમાં જ તેની આગામી થ્રિલર ફિલ્મ ‘મિલી’માં જોવા મળશે, જેનું નિર્દેશન મથુકુટ્ટી ઝેવિયરે કર્યું છે. આ ફિલ્મમાં જાહ્નવી ઉપરાંત સની કૌશલ અને મનોજ પાહવા પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 2019ની મલયાલમ ફિલ્મ ‘હેલન’ ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. જે 4 નવેમ્બર, 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood actress, Janhvi kapoor hot photo