Munawwar Rana comment on Mother

[ad_1]

Munawwar Rana comment on Mother: આખી જિંદગી મા પર કવિતાઓ લખનારા ખ્યાતનામ શાયર મુનવ્વર રાણાએ અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે યૂપીમાં ભાજપ દ્વારા પાસમંદા મુસ્લિમોને જોડવા માટે થયેલા સંમેલન પર નિવેદન આપ્યું,જેમાં તેમણે પોતાની માતાનો ઉલ્લેખ પણ કરી દીધો. મુનવ્વર રાણાએ કહ્યું કે, તે એ વાતની ગેરેન્ટી આપે છે કે, તેના પિતા મુસલમાન હતા, પણ એ વાતની ગેરેન્ટી નથી લેતા કે, માતા પણ મુસ્લિમ હતી.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે મુનવ્વર રાણાને ભાજપના પાસમંદા સંમેલન વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે, પસમાંદાનો અર્થ સમાજમાં પછાત રહેલા લોકો થાય છે. ઈસ્લામમાં પસમાંદાનો કોઈ અર્થ નથી. અરબમાં પણ કોઈ જાતિ વિશે નથી જાણતા, પણ હવે જ્યારે હિન્દુસ્તાનમાં આવ્યા, તો તેના રંગમાં રંગાઈ ગયા.

આ પણ વાંચો: કોણ છે પસમંદા મુસ્લિમો, ભાજપ શા માટે તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે

બાપ મુસલમાન હતો, પણ માતાની કોઈ ગેરેન્ટી નથી લેતો

આ દરમિયાન તેમણે આગળ અજીબોગરીબ ઉદાહરણ આપતા કહ્યું કે, હું ખૂબ ઈમાનદારીથી કહું છું કે, મારો બાપ મુસલમાન હતો, તેની હું ગેરેન્ટી લઉ છું, પણ મારી માતા પણ મુસલમાન હતી, તેની ગેરેન્ટી લઈ શકતો નથી. કારણ કે મારા પ્રથમ પિતા જે ઈન્ડિયામાં આવ્યા, પછી તે સમરકંદ, આફ્રિકા, અરબ અથવા ક્યાંયથી પણ આવ્યા હોય, તેઓ ફોઝ સાથે આવ્યા હતા. અને ફોઝ સાથે સાથે પત્નીઓને લઈને આવતી નહીં, તેથી મારી માતા મુસલમાન જ છે, તેવી ગેરેન્ટી હું લઈ શકુ નહીં.

ખ્યાતનામ શાયરે આગળ કહ્યું કે, ફર્સ્ટ ફાદર આવ્યા તો, પોતાના રીત રિવાજો, સારી વિચારધારા આખા દેશમાં ફેલાવતા ગયા, ત્યાર બાદ અહીંથી હડઘૂત કરાયેલા લોકોએ જોયું કે, કેવી રીતે લોકો ફરીથી ઈસ્લામ કબૂલ કરી રહ્યા છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Muslims

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top